મુંબઈઃ બોલિવૂડ એક્ટર અરબાઝ ખાનના ચેટ શોમાં સૈફ અલી ખાને ખુલાસો કર્યો હતો કે ઈન્સ્ટાગ્રામમાં તેનુ એકાઉન્ટ છે પરંતુ સાચા નામ પરથી નથી. તે અન્ય નામથી ઈન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે કરિનાએ પણ સ્વીકાર્યું હતું કે ઈન્સ્ટાગ્રામમાં તે બીજા નામથી એકાઉન્ટ ધરાવે છે.

'બાઝાર' ફિલ્મના પાત્ર પરથી એકાઉન્ટ
સૈફ અલી ખાનને જ્યારે પૂછવામાં આવ્યું કે કે તે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે? તો એક્ટરે જવાબ આપ્યો હતો કે ઈન્સ્ટાગ્રામમાં લોકોને ફોલો કરવા માટે પણ તમારે આના પર એકાઉન્ટ બનાવવું પડે છે. તેણે શકુન કોઠારીના નામથી એકાઉન્ટ બનાવ્યું છે. આ નામ તેની ફિલ્મ 'બાઝાર'ના પાત્ર પરથી લેવામાં આવ્યું છે.

અમુક જ લોકોની કમેન્ટ્સ મહત્ત્તવની
વધુમાં સૈફે કહ્યું હતું કે તેને ખ્યાલ નથી કે તે ક્યાં સુધી આમ કરશે. તેણે ઘણીવાર વિચાર્યું કે તેના વિશે અન્ય લોકો શું વિચારી રહ્યાં છે? લોકો આ તસવીર વિશે શું માને છે અને શું કરી રહ્યાં છે? તેને ખ્યાલ નથી કે આમાં તેને મજા આવે છે કે નહીં. તેને બસ વાતચીત કરવી ગમતી નથી. જે રીતે કમેન્ટ્ બોક્સમાં બધા એકબીજા વિશે વાત કરે છે. તેના માટે ગણ્યાં-ગાઠ્યાં લોકોની જ કમેન્ટ્સ મહત્ત્વની છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Saif Ali Khan’s Shakun Kothari’s secret account in InstagramSource link